મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓની ખેલમહાકુંભમાં ચેસ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પંસદગી

- text


મોરબી : રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ – ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત ખેલમહાકુંભ – 2019 તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના ખેલાડીઓની જિલ્લાકક્ષા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં અંડર-14માં બંસોડે હષિઁદા, ધ્રાંગધરીયા કિંજલ, કાથરાણી સાક્ષી તેમજ અંડર -17માં રવેશિયા વિશ્વા અને વૈષ્ણવ મિલન તમામ ખેલાડીઓની જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ છે. તેવું સાર્થક વિદ્યામંદિરના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે યાદીમાં જણાવ્યું હતું. પસંદગી થયેલ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ મોરબી જિલ્લાનુ નેતૃત્વ કરશે, આ સિઘ્ઘી બદલ સાર્થક પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ શુક્લએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text