મોરબીમાં ‘સબ કા રાજા’ ગ્રુપ દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી

- text


મોરબી : ‘સબ કા રાજા’ ગ્રુપ દ્વારા બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં કાલિકા પ્લોટ, સ્ટ્રીટ નંબર 2, મહાકાળી માતાજી ના મઢ પાસે ગણપતિની સ્થાપના કરીને ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગ્રુપની વિશેષતા એ છે કે તેમાં નાત – જાતના ભેદભાવ વગર સાથે મળીને કાર્ય કરે છે. ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત લોકો પ્રકૃતિના જતન અંગે જાગૃત થાય તે હેતુથી પ્રકૃતિની થીમ રાખવામાં આવી છે. જે માટે પંડાલમાં ફૂલ – છોડ – વૃક્ષો થી સજાવટ કરવામાં આવી છે. આ ઉપરાંત, દરરોજ જુદી જુદી રમત ગમત તથા રાતે રાસ – ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અબાલ વૃધ્ધ સૌ ભાગ લઈ શકે છે તથા વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માં આવે છે. તેમજ દરેક વ્યક્તિ મહાપ્રસાદનો લાભ લઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ‘સબ કા રાજા’ દ્વારા ધર્મપ્રેમી જનતાને દર્શનનો તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

- text