મોરબીની વિનય સાયન્સ સ્કૂલ દ્વારા શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

- text


મોરબી : સામાન્ય રીતે, દરેક વિદ્યાર્થી કિશોરાવસ્થા દરમિયાન સ્વપ્ન જુએ છે કે ભવિષ્યમાં હું પણ શિક્ષક બનુ! હું પણ વિદ્યર્થીઓને ભણાવું! વિદ્યાર્થીના આ સ્વપ્નને પાંખો આપવા માટે શિક્ષક દિન નિમિતે વિનય સાયન્સ સ્કુલમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મોરબીમાં પીપળીયા ચાર રસ્તા સ્થિત વિનય સાયન્સ સ્કૂલ દ્વારા શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઇંગલિશ ટીચર તરીકે સીજુ નરેશ, ફિજીકસ ટીચર તરીકે કડીવાર મૌલિક, કેમિસ્ટ્રી ટીચર તરીકે સુતરિયા ડોલીબેન, બાયોલોજી ટીચર તરીકે ક્લારિયા ભક્તિ, સંસ્કૃત ટીચર તરીકે ડાંગર શિવમએ શૈક્ષણિક કામગીરી સુપેરે નિભાવી હતી. શાળાના સંચાલક વિપુલભાઈ સરળવા તેમજ ટીચર વિડજા સર અને શિવમ સર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકદિનના મહત્વ વિષે સમજાવવામાં આવ્યું હતું. તેમજ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવમાં આવી હતી.

- text