હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

- text


રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ

હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવતા ભાજપના આગેવાનોની બેઠક વિખેરાઈ ગઈ હતી.

પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને તેઓનું ફોર્મ પાછું ખેંચવાની માંગ ક્ષત્રિય સમાજે ઉઠાવી હતી. પણ આ માંગ ન સંતોષાતા ક્ષત્રિય સમાજે આંદોલનનો પાર્ટ 2 શરૂ કરી દીધો છે. જે અંતર્ગત ભાજપના કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

હળવદના ઈંગોરાળા ગામે આજે ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા પ્રચાર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો. આ વેળાએ ક્ષત્રિય સમાજના યુવાનોએ આવીને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. આ ઉપરાંત રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા હતા. જેને પગલે ભાજપ આગેવાનોની બેઠક વિખેરાઈ ગઈ હતી.

- text

- text