મોરબી શહેરમાં પણ વરસાદ શરૂ : અમુક વિસ્તારોમાં વીજળી ગુલ

- text


મોરબી : મોરબીમાં આજે ગુરેવારે બપોરે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ જાણે ચોમાસુ આવી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. સામાકાંઠે વરસાદ શરૂ થયા બાદ મોરબી 1 શહેરમાં પણ વરસાદ શરૂ થયો હતો.

મોરબી પંથકના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમા પણ વાતાવરણમાં પલટો આવ્યાની સાથે આંધી સાથે વરસાદ શરૂ થયો હતો. જ્યારે મોરબી શહેરમાં પણ વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. વરસાદ શરૂ થતાની સાથે મોરબીનાં મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. સામાન્ય વરસાદી ઝાપટામાં પણ તરત જ વીજ પુરવઠો ખોરવાતા વીજ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે

- text

- text