વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ગોસાઈને જીતુ સોમાણીએ ફડાકા ઝીકયા

- text


સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટેના દાખલા માત્ર દર શુક્રવારે જ કાઢી આપતાં અને એમાં પણ તુમાખીભર્યો વ્યવહાર કરતા રાજકીય આગેવાનની કમાન છટકી

વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટને એક રાજકીય આગેવાને આજે તમાચા મારી દીધો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં માત્ર શુકવારે જ ૧૦ વ્યક્તિની લિમિટમાં વૃદ્ધ પેન્શન માટે ઉંમરના દાખલા કાઢી આપતા હોય અને એમાં પણ આ ‘સાહેબ’ તુમાખીભર્યો વ્યવહાર કરતાં હોવાથી રાજકીય અગ્રણી જીતુભાઇ સોમાંણીની કમાન છટકી હતી અને લાફાવાળી કરી હતી. જોકે આ થપ્પડની ગુંજ પોલીસ સુધી પહોંચી ગયા બાદ હવે ઘીના ઠામાં ઘી ઢોળી દેવાની ગોઠવણ ચાલી રહી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વૃદ્ધોને પેન્શન મેળવવા માટે સરકારી હોસ્પિટલમાંથી ઉંમરનું પ્રમાણપત્ર કઢાવવું ફરજિયાત હોય છે પણ વાંકાનેરના સરકારી હોસ્પિટલ તંત્રએ માત્ર દર શુક્રવારે જ આ પ્રમાણપત્ર કાઢી આપવાનો ગેરવાજબી રવૈયો અપનાવ્યો છે અને દર શુક્રવારે પણ માત્ર 10 જ વૃદ્ધોને ઉંમરના પ્રમાણપત્ર કાઢી આપતા હોવાથી અસંખ્ય વૃદ્ધોને વારંવાર હોસ્પિટલમાં ધક્કા ખાવાથી હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આથી કેટલીક વૃધ્ધ મહિલાઓએ વાંકાનેરના રાજકીય આગેવાન જીતુભાઈ સોમાણીને રજુઆત કરીને સરકારી હોસ્પિટલમાં ઉંમરના પ્રમાણ પત્ર કાઢવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી હતી.

- text

ત્યારબાદ જીતુભાઈ સોમાણીએ સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ગોસાઈને ફોન કરીને વૃદ્ધોને પડતી હાલાકી દૂર કરવા જણાવ્યું હતું. પણ આ સાહેબે ભારે વાણી વિલાસ કરીને તમારે અમારી કામગીરીમાં હસ્તક્ષેપ કરવો નહીં તેમ કહીને સતાનો રૂઆબ છાટયો હતો આથી રાજકીય અગેવાનનો પિત્તો છટક્યો હતો. તેમણે હોસ્પિટલમાં જઈને ગોસાઈ સાહેબને ફડાકા ઝીકી દીધા હતા. આ ઘટનાથી સરકારી હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો અને પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં ફરિયાદ નોંધાઇ તેવા સંકેતો મળી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text