મોરબીમા એનડીઆરએફની ટીમ દ્વારા નાલંદા વિદ્યાલયમાં મોક એક્સરસાઇઝ યોજાઈ

- text


પોલીસ અને ફાયર વિભાગની સૂચક ગેરહાજરી : આગ ઓલવવા માટેના રીફીલિંગ બોટલો ખાલી નીકળી : એનડીઆરએફના પણ સાધનો સજ્જ ન હતા

મોરબી : મોરબીના વિરપર ગામે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે એનડીઆરએફ, ડીઝાસ્ટર અને ડીઈઓ કચેરી દ્વારા મોક એક્સરસાઇઝ યોજવામાં આવી હતી. જો કે આ વેળાએ પોલીસ અને ફાયર વિભાગની સુચક ગેરહાજરી જણાઈ આવી હતી. ઉપરાંત એનડીઆરએફની ટીમના સાધનોમાં પણ અનેક ક્ષતિઓ જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે મોરબીના વિરપર ગામે આવેલી નાલંદા વિદ્યાલય ખાતે આજે એનડીઆરએફની ટીમ, જિલ્લા ડિઝાસ્ટ વિભાગ આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મોક એક્સરસાઇઝ યોજવામાં આવી હતી. જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભૂકંપ અને આગ વખતે કઈ રીતે બચાવ કરી શકાય તે અંગેની બાળકોને તાલીમ આપવામાં આવી હતી.

- text

આ ઉપરાંત વિપરીત પરિસ્થિતિમા ચોથા માળેથી બાળકોને કઈ રીતે બચાવી શકાય તે અંગેની સમજણ પણ આપવામાં આવી હતી. જો કે આ મોક એક્સરસાઇઝ વેળાએ અનેક ખામીઓ પણ સામે આવી હતી. આ તકે પોલીસ અને ફાયર વિભાગની સૂચક ગેરહાજરી રહી હતી. ઉપરાંત એનડીઆરએફની ટીમના સાધનો સુસજ્જ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. સાથે આગ ઓલવવા માટે રાખેલ બે થી ત્રણ રીફીલિંગ બોટલ ખાલી હોવાનું પણ ધ્યાને આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text