કેટરર્સ માટે હવે ફૂડ લાઇસન્સ ફરજીયાત : 31મીએ મોરબી કેટરિંગ એસોસિએશનની મીટીંગ

- text


મોરબી : કેટરર્સ માટે હવે ફૂડ લાઇસન્સ ફરજીયાત લેવાનું હોવાથી મોરબીમાં ફૂડ લાઇસન્સ કઢાવવા બાબતે ફૂડ લાઇસન્સ અધિકારીની અધ્યક્ષતામાં કેટરિંગ એસોસિએશનની મિટિંગ આગામી તારીખ 31ને બુધવારે બપોરે 3:00 કલાકે હરભોલે હોલ, સરદારબાગ સામે, સત્યમ પાન વાળી શેરી, મોરબી ખાતે યોજવામાં આવી છે.

મોરબી કેટરિંગ અસોસિએશનની મિટિંગનું આયોજન આગામી તારીખ 31ના રોજ કરવામાં આવ્યું છે. આ મિટિંગ ફૂડ લાઇસન્સ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાશે. આ મિટિંગમાં દરેક કેટરરે ફરજીયાત હાજર રહેવા જણાવાયું છે. જેમની પાસે ફૂડ લાઇસન્સ ન હોય તેમને લાઇસન્સ કઢાવી આપવા માટે કેટરિંગ એસોસિએશન મદદ કરશે અને જેમની પાસે લાઇસન્સ હોય, તેમણે ફરજિયાત લાઇસન્સ સાથે હાજર રહેવા માટે જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text