મોરબીના સીરામીક ઉદ્યોગો માટે કન્ટેનર પોર્ટ તથા ગેસ ટર્મિનલ શરૂ કરવા કેન્દ્રીય મંત્રીને રજુઆત

- text


સિરામિક એસોસિએશનના હોદેદારોને સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની રૂબરૂ મુલાકાત લીધી

મોરબી : મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને નવલખી પોર્ટમા કંટેનર ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરવા તથા ગેસ ઈમ્પોર્ટ કરવા માટે ટર્મિનલ શરૂ કરવાની રજુઆત કરાઈ હતી. આ રજૂઆત પ્રત્યે હકારાત્મક વલણ દાખવીને સિરામિક ઉદ્યોગના વિકાસ માટે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આજ રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને નવલખી પોર્ટમા કંટેનર ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરવા તથા ગેસ ઈમ્પોર્ટ કરવા માટે ટર્મિનલ શરૂ કરવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા સાથે મોરબી સિરામીક એસોસિયેશનના હોદ્દેદારોએ રજુઆત કરી હતી. જેમાં મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા , મનિષભાઇ સવસાણી , દેવેનભાઈ  શેરસીયાએ રૂબરૂ મળીને નવલખી પોર્ટથી થનાર ફાયદાની ચર્ચા કરી હતી. જેથી કરીને એકસપોર્ટ કરવામા પણ ફાયદો થાય અને ડોમેસ્ટિકમા કન્ટેનર દ્વારા સપ્લાય કરવામા ભાડું  સસ્તુ પડે. મંત્રીએ આ બાબતને  લઇને ખુબજ સકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને સિરામિક ક્લસ્ટરના વિકાસ માટે યોગ્ય કરવા માટે સહમતી દર્શાવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text