સિરામીક્ષ એક્સપો 2019માં એકોર્ડ ગ્રુપ ટાઇલ્સનું નવુ કલેકશન લોન્ચ કરશે

- text


આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાય કરવા માટે સીરામીક્ષ એક્સપોની મહત્વતા વર્ણાવતા એકોર્ડ સીરામીકના એમડી જયકુમાર સૈદવા

વર્ષ 2017ના એક્સપોમાં ભાગ લઈને ખૂબ ફાયદો થયો , સ્લેબ ટાઈલ્સની પ્રોડકટને અહીં ખૂબ પ્રતિસાદ મળ્યો : જયકુમાર

મોરબી : ભારતીય સિરામિક માર્કેટ આજે સમગ્ર વિશ્વમાં તેની સિરામિક ટાઈલ્સ અને સેનિટરીવેર પ્રોડક્ટ્સને કારણે આગળ પડતું સ્થાન ધરાવે છે. આજે મોરબી ભારત તરફથી સૌથી વધુ સિરામિક ટાઈલ્સની ખૂબ મોટી માત્રામાં નિકાસ કરે છે. તેનો સમગ્ર શ્રેય સિરામિક કંપનીઓના માલિકોને જાય છે કે જેમણે સતત ખૂબ સારી સિરામિક ડિઝાઈન્સ અને ગુણવત્તા વર્ષોથી જાળવતા આવ્યા છે અને વિશ્વના ખરીદદારોને આકર્ષી રહ્યા છે. ત્યારે આ વ્યવસાયનો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપ વધારવા સીરામીક્ષ એક્સપો કેટલું મદદરૂપ બને છે. તેની મહત્વતા એકોર્ડ સીરામીકના એમડી જયકુમાર સૈદવા દ્વારા વર્ણવવામાં આવી છે.

સીરામીક્ષ એક્સપો 2019 હવે પાછલા બે વર્ષ (2016 & 2017)ની ભવ્ય સફળતા બાદ ફરી આ વર્ષે યોજાઈ રહ્યો છે. આ વખતે 40થી વધુ દેશો ઇન્ટરનેશનલ એક્સ્પોમાં તેમનો રસ બતાવીને ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે એક્સ્પોમાં વિશ્વના ૧૦૦થી વધુ મેટ્રો સિટીના ખરીદદારો અને પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે, મોરબીના સિરામિક માર્કેટ માટે ખૂબ મોટું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. જેમાં સ્પેન, યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને મિડલ ઇસ્ટ જેવા વિકસિત દેશો સાથે બિઝનેસ કરવાની તક મળશે.

સીરામીક્ષ એક્સપો અંગેની વાતચીતમા એકોર્ડ સીરામીકના મેનેજિંગ ડિરેક્ટર જયકુમાર સૈદવાએ સીરામીક્ષ એક્સપોની ટીમને જણાવ્યું કે તેઓએ છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન 200 કરોડનું ટર્નઓવર કર્યું છે અને અમે આશા રાખીએ છીએ કે સિરામિક્ષ એક્સ્પો 2019 આ વર્ષે વધુ સમૃદ્ધિ અને નવા વ્યવસાયિક સંબંધો લઈને આવશે.

જયકુમાર સૈદવા કેમિકલ એન્જિનિયર છે અને છેલ્લા પાંચ વર્ષથી કંપની ચલાવી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં એકોર્ડ સિરામિક્સ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિરામિક માર્કેટમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ડિજિટલ વોલ ટાઈલ્સ અને વિટ્રીફાઇડ ટાઈલ્સ પહોંચાડી રહી છે. વર્ષ 2007માં ખીમજીભાઈ સૈદવાએ કંપનીની સ્થાપના કરી હતી. ખૂબ સારી ગુણવત્તા ધરાવતી ટાઈલ્સ બનાવવી અને કસ્ટમર સુધી પહોંચાડવી તેવા સારા હેતુ સાથે તેમણે કંપની શરુ કરી હતી.

- text

જયકુમાર સૈદવાએ ઉમેર્યું કે 2007માં કંપની ફ્લોર અને પોર્સેલીન ટાઈલ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી હતી. વર્ષ 2014માં, કંપનીએ જેને મુખ્ય મેન્યુફેક્ચરિંગ કામ કહી શકાય તેવી ઇટાલિયન ટેકનોલોજી ધરાવતી 4*8 ફૂટ લાંબી સિરામિક વોલ ટાઈલ્સ બનાવવાનું શરુ કર્યું. બાદમાં અમે સૌથી વિશાળ વોલ ટાઈલ્સમાં ચાઇનીઝ માર્કેટને પણ પાછળ રાખી દીધું. ત્યાર પછીના વર્ષોમાં, એકોર્ડની વિટ્રીફાઇડ ટાઈલ્સ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ પ્રસિદ્ધ થઈ છે.

તેઓએ ઉમેર્યું કે એકોર્ડ સિરામિક વાઈબ્રન્ટ સિરામિક્ષ 2017નો જ એક ભાગ હતું. અમે જ્યારે આ યુવા એન્ટરપ્રિનીયોરને ઇન્ટરનેશનલ એક્સ્પોના તેમના અનુભવ વિષે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમને સરસ પ્રતિસાદ પણ મળ્યો. જેને લીધે અમારો બિઝનેસ પણ વધ્યો.’ તેણે ઉમેર્યું કે, ‘વર્ષ 2017માં અમે સ્લેબ ટાઈલ્સનું પ્રોડક્શન શરુ કર્યું અને વાઈબ્રન્ટ સિરામિક્ષ તેના માટેનું એક પરફેક્ટ પ્લેટફોર્મ બની રહ્યું.’

એકોર્ડ સાથે આજે એકસોથી વધુ કર્મચારીઓ સંકળાયેલા છે, જે સમગ્ર સિરામિક ઇન્ડસ્ટ્રીનું ગૌરવ છે. કંપની અમુક ચોક્કસ નફાના ટકાને લોકલ તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. ટેકનોલોજી સાથે કદમ મેળવીને પોતાની બ્રાન્ડનું સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગ પર પણ તેટલો જ ભાર મૂકે છે. આજે, કંપનીનો લોકલ માર્કેટ શેર 60% જેટલો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટ શેર 40% જેટલો છે. એક જ ફેક્ટરી સાથે, બ્રાન્ડ પાસે આજે 200+ ડિસ્ટ્રીબ્યુટર્સ છે જેઓ રિટેઈલ કસ્ટમર સુધી તેમની ટાઈલ્સ પહોંચાડે છે.

એકોર્ડ સિરામિક્ષ વિવિધ એક્સ્પોમાં હંમેશા પ્રદર્શક તરીકે ભાગ લેતું હોય છે. આ વર્ષે કંપની સિરામિક્ષ એક્સ્પો 2019માં નવી ટાઈલ્સનું કલેક્શન લઈને આવી રહી છે. જયકુમાર સૈદવા ખૂબ જ ઝડપથી કંપનીના ભવિષ્યના એક્સપોર્ટ પ્લાન ઘડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓની કંપનીની USP એકોર્ડ સ્લેબ ટાઈલ્સ ઇટાલિયન ક્વોલિટી ટાઈલ્સ જેવી ગુણવત્તા, રંગ, ડિઝાઈન અને સુંદરતા પૂરા પાડે છે. એકોર્ડ એ સિરામિક ફ્લોર અને વોલ ટાઈલ્સ માટેનું વિશાળ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે. સરળ કામગીરી અને ઉત્પાદન માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અનેક મશીન યુનિટ્સ કામ કરે છે. વધારામાં દરેક પ્રોડક્ટ મળીને કંપની લગભગ ત્રીસ હજાર બોક્સ મેન્યુફેક્ચર કરે છે.

એકોર્ડ સિરામિક્નું સંપૂર્ણ અને એકદમ નવું કલેક્શન નવેમ્બર માસમાં તા. ૨૧ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં યોજાનાર સીરામીક્ષ એક્સપોમાં જોવા મળશે. જો તમે ખૂબ જ સારી કક્ષાની ઇટાલિયન ક્વોલિટી ધરાવતી સ્લેબ ટાઈલ્સ શોધી રહ્યા છો તો તમારી શોધ અહીં પૂરી થાય છે. www.ceramixexpo.com પર મુલાકાત લઈને તમે સિરામિક્સ એક્સ્પો 2019 માટે આપ રજિસ્ટર કરી શકો છો.

- text