મોરબીના મહેન્દ્રનગરમાથી બાઇકની ચોરી

- text


મોરબી : મોરબીમાં મહેન્દ્રનગરમાંથી બાઇકની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પ્રવિણભાઇ સુંદરજીભાઈ પનારા રહે. મહેન્દ્રનગર વાળાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓનું હીરો હોન્ડા બાઇક નંબર જીજે 03 એચજી 8595 કોઈ અજાણ્યો શખ્સ ગત તા. 11 જુલાઈના રોજ ચોરી કરી લઈ ગયો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text