મોરબી રેડિયોમાં આજે સાંભળો પરિશ્રમ વનના નિર્માતા વૃક્ષપ્રેમી યુવરાજસિંહ જાડેજાને

- text


યુવરાજસિંહ જાડેજા સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા કરશે સીધો સંવાદ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ‘પરિશ્રમ વનના નિર્માતા અને વૃક્ષપ્રેમી યુવરાજસિંહ જાડેજા સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે અને તેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ એટલે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે આ શો દર બુધવારે અને શનિવારે પ્રસારિત કરવામાં આવે છે.આ શોમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આજે આ શોમાં પરિશ્રમ વનના નિર્માતા યુવરાજસિંહ જાડેજા મહેમાન બનવાના છે. તેઓએ એક મેદાન જેવી જગ્યામા 950 થી વધુ વૃક્ષો વાવીને પરિશ્રમ વન બનાવ્યું છે. આ સાથે તેઓએ 150 થી વધુ ઐષધિઓ વૃક્ષોનું વાવેતર અને ઉછેર પણ કર્યો છે. તેઓ અલગ અલગ સ્કૂલોને પણ ઔષધિ વૃક્ષો આપતા હોય છે. યુવરાજસિંહે લગ્ન કર્યા નથી. તેઓએ પોતાનું સમગ્ર જીવન વૃક્ષોને સમર્પિત કર્યું છે. તેઓ આગામી જીવન પણ પરિશ્રમ વનમાં ગાળીને વૃક્ષોની સેવા કરવા ઈચ્છે છે. તો આજે તેમના જીવન તથા તેમની કંપની વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text