મોરબીને ઉકરડાથી મુક્ત કરવા તંત્રએ ઉઠા ભણાવતા અંતે આંદોલન શરૂ

- text


તંત્રને ઢંઢોળવાના અનેક પ્રયાસ નિરર્થક નિવડતા અંતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ઉપવાસ આંદોલન મંડાણ કર્યા

મોરબી : મોરબીને ઉકરડાથી મુક્ત કરવા માટે અનેક રીતે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવા છતાં તંત્ર ઉઠા ભણાવવામાંથી ઊંચું આવતું ન હોવાથી આખરે આમ આદમી પાર્ટીએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીના હોદેદારોએ ઉપવાસ આંદોલન શરૂ કરીને જ્યાં સુધી ઉકરડા મુદે તંત્ર નક્કર કાર્યવાહી ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નીર્ધાર કરતા હવે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.

- text

મોરબીને ઉકરડાઓથી મુક્ત કરીને સ્વચ્છ બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી પાલિકા તંત્રને નક્કર કાર્યવાહી કરવા માટે ઢંઢોળવાનો પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી અનેકવાર રજુઆત કરીને પાલિકા તંત્ર સામે લડત ચલાવી છે અને છેલ્લા કેટલાક સમયમાં વખતોવખત રજુઆત અને મોરચો માંડીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હદ તો ત્યારે થઈ હતી કે સફાઈની કામગીરી કરતું ન હોવાથી ઉકરડાના ગંજ ખડકાયા હોવાથી આગાઉ નિભર તંત્રનો પાલિકને એવોર્ડ આપ્યો હોવા છતાં તંત્રને શરમ આવી ન હતી અને વચ્ચે બે વખત આંદોલનની ચીમકી આપ્યા છતાં તંત્ર અભી બોલા અભી ફોકની નીતિને વળગી રહેતા અંતે તંત્રને જવાબદારીનું ભાન કરાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના હોદેદારો ભરતભાઇ બારોટ, પરેશભાઈ પારીઆ અને મહાદેવભાઈ પટેલ સહિતના જોડાયા છે. જોકે પાલિકા તંત્રએ શહેરને ઉકરડા મુક્ત કરવા માટે સફાઈની નક્કર કામગીરી ન કરતા હવે આંદોલન શરૂ થયા બાદ તંત્રની કેવી નીતિ રહેશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text