ટંકારા : સિવિલ કોર્ટ સંકુલમા અમૃતમ કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું 26મીએ આયોજન

- text


ટંકારા : ટંકારા શહેર તેમજ ગ્રામ્ય પંથકના લોકોને ગુજરાત સરકારની માં અમૃતમ યોજનાનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ શકે તે માટે ટંકારામાં સિવિલ કોર્ટ ખાતે 26 જુલાઈ શુક્રવારે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો આ યોજનાનો લાભ સરળતાથી લઈ શકે અને કાર્ડ કઢાવવામાં કોઈ હાલાકી ન પડે તે માટેનું સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ટંકારા પ્રિન્સિપાલ જજ સાહેબ કુમારી બી.જી. રાઠોડે લોકોને અનુરોધ કર્યો છે.

ટંકારા સિવિલ કોર્ટ ખાતે મા અમૃતમ કાર્ડકઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મા વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂ. ૪ લાખથી ઓછી આવક ધરાવતાં નીચલા મધ્યમ વર્ગના પરિવારોને તમામ મહિલાઓ અને તેમના બાળકોને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ હૃદય, મગજ અને કીડનીને લગતી ઘનિષ્‍ઠ સારવાર, બર્ન્સ, કેન્‍સર, ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ. 2 લાખ સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે.

- text

લાભાર્થીના કુંટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું ક્યુ.આર. (ક્વિક રિસ્પોન્સ)માં વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓ માટે હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન સુવિધા, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી , સર્જરી બાદની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલો–અપ, માં વાત્સલ્ય યોજના હેઠળ લાભાર્થીને તદ્દન મફત સારવાર મળે છે. યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત સારવારનો નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકાર દ્વારા આપવામાં આવે છે. તેમજ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા જવાના ભાડા પેટે રૂ.300/- ચુકવવામાં આવે છે. આવક નો દાખલો કાઢવા માટે રેશન કાર્ડ ઝેરોક્ષ (નવું બારકોડ રેશન કાર્ડ), લાઈટ બીલ ઝેરોક્સ, જેના નામ નો આવક નો દાખલો કાઢવા નો છે તેના આધાર કાર્ડ ઝેરોક્ષ અને ચુંટણી કાર્ડ ઝેરોક્ષ, અરજદારના ૨ પાસપોર્ટ સાઇઝ ના ફોટો, મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ કાઢવા માટે આવક નો દાખલો, રેશન કાર્ડ, રેશન કાર્ડમાં પરિવારના નામ છે તે લોકોના આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, નાનું બાળક હોય તો જન્મ નો દાખલો તમામ ડોક્યુમેન્ટ ઓરિજીનલ તથા ઝેરોક્ષ નકલ સાથે રાખવા જણાવાયું છે. ફોર્મ ટંકારા કોટ સંકુલ ખાતે, પી.એલ.વી. મનસુખભાઈ ચૌહાણ
(8141989889) અને પી.એમ. મહેતા (9824246264)નો સંપર્ક સાધવા જણાવાયું છે. લાભાર્થીઓએ અગાઉથી ફોર્મ મેળવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text