મોરબીના માધાપર વિસ્તારમાં ઉભરાતા ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ

- text


પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ

મોરબી : મોરબીના માધાપર વિસ્તારના મેઈન રોડ તથા શેરી નંબર 14 અને 16ની વચ્ચે ગટરના દૂષિત પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા હોવાથી સ્થાનિકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે. તેથી આ ગંભીર સમસ્યા મામલે વહેલી તકે યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text

મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા તંત્રના પાપે કાયમી બની ગઈ છે. જેમાં માધાપર મેઈન રોડ પર શેરી નંબર 14 અને 16ની વચ્ચે ઘણા સમયથી ગટરના દૂષિત પાણી ઉભરાઈ છે અને આખી શેરીઓ ગંદા પાણી નદીના વહેંણની માફક વહીને બેસુમાર ગંદકી ફેલાવે છે. તેથી મચ્છરોની ભારે ઉત્પત્તિ થાય છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા હોવાને કારણે પીવાના પાણીમાં ડોળ આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. તેથી લાંબા સમયથી રહેલી સમસ્યા ઉકેલવા માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text