મોરબીમાં ભૂગર્ભ ગટરનો કબ્જો સંભાળવાના પાલિકાના ધરાર નનૈયાથી પ્રજાનો મરો

- text


મેઈન્ટેશનનું બહાનું આગળ ધરીને પાલિકા તંત્ર પાણી પુરવઠા પાસેથી ભૂગર્ભ ગટરનો કબ્જો સંભાળવાનો ઇનકાર કરતા સફાઈની કામગીરી ન થવાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વકરી

પાણી પુરવઠા બોર્ડે આપેલો કોન્ટ્રાકટ પૂર્ણ થયો તેને 15 મહિના થયા બાદ મામલો કલેકટર સુધી પહોંચ્યો છતાં પાલિકાએ પોતાની જવાબદારી ન લીધી

મોરબી : મોરબીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા વકરી છે.તેમાં મૂળ પાલિકા તંત્રની લાપરવાહી કારણભૂત છે.ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાને 15 માસ જેટલો સમય વીત્યો છે. ઉપરાંત આ મામલો કલેકટર સુધી પણ પહોંચ્યો છે. તેમ છતાં પાલિકા પોતાની જવાબદારીથી હાથ ખંખેરવાના પ્રયાસ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પાલિકા તંત્ર ધરાર ભૂગર્ભનો કબ્જો લેવાનો નનૈંયો ભણી રહ્યું છે.પરિણામે ભૂગર્ભ ગટરની સમસ્યાઓથી વિના કારણે પ્રજાનો મરો થઈ રહ્યો છે.

મોરબી શહેર માટે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આશરે 4-5 વર્ષ પહેલાં રૂ.140 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું અને ભૂગર્ભ ગટરનું ત્રણ વર્ષ પહેલાં કામ પણ પૂર્ણ થઈ ગયું હતું.નિયમ મુજબ બે વર્ષ સુધી કોન્ટ્રકટરોએ ભૂગર્ભ ગટરની કામગીરી સંભાળી હતી.જોકે નિયમ મુજબ પાણી પુરવઠા વિભાગે બે વર્ષથી ભૂગર્ભ ગટરનું યોગ્ય રીતે મેઈન્ટનન્સ કર્યા બાદ તેનો કબ્જો પાલિકા તંત્રને સોંપવા તૈયાર છે. જો કે ત્યારબાદ પાલિકા તંત્રએ ભૂગર્ભની સફાઈ યોગ્ય રીતે કરીને શહેરીજનોને સુખાકારી આપવાની હોય છે. પરંતુ પાલિકા તંત્ર પોતાની જવાબદારી ન સ્વીકારીને કબ્જો લેવામાં સતત ઇનકાર કરી રહ્યું છે.

પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરની હજુ સુધી પાણી પુરવઠા તંત્રએ યોગ્ય મેઇન્ટનેશન કર્યું ન હોવાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ વધી રહી છે.ગટર પ્રશ્ને સતત લોકોના ટોળા પાલિકામાં આવે છે.જોકે થોડા દિવસો અગાઉ તેમણે ભૂગર્ભ ગટરમાં કેટલા વાંધાઓ દર્શાવીને યોગ્ય રીતે કામગીરી કરવા પાણી પુરવઠા તંત્રને જણાવ્યું હતું.પાલિકા તંત્રએ ભૂગર્ભ ગટરમાં યોગ્ય રીતે પાણી પુરવઠાએ મેઇન્ટનેશન કર્યું ન હોવાથી કબ્જો ન સાંભળ્યો હોવાનું જણાવ્યું હતું.

- text

જ્યારે પાણી પુરવઠાના અધિકારી એસ,કે જૈનએ જણાવ્યું હતું કે,પાલિકા તંત્ર જે ભૂગર્ભ ગટરના વાંધા વચકા દર્શાવ્યા છે તેને યોગ્ય કરવાની ખાતરી આપી છે અને નિયમ મુજબ ભૂગર્ભનું મેઇનટન્સ કરવાનું પણ જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભમાં જે પણ પ્રોબ્લમ હોય તે તમામનું સોલ્યુશન કરીને પાલિકાને સોંપવા તૈયાર છીએ. પણ પાલિકા તંત્ર ભૂગર્ભનો કબ્જો લેવોનો ઇનકાર કરે છે.પાલિકા પાસે 4 જેટીંગ મશીનો પણ છે.ઉપરાંતના બીજા જેટીંગ મશીનો આપવા તૈયાર છીએ. જોકે અબર્ન ડેવલપમેન્ટ તેનો ખર્ચો પણ આપે છે.જોકે પાલિકાની ભુર્ગભનો કબ્જો લેવાની પહેલી પ્રાયોરિટી બને છે.પણ પાલિકા તંત્ર કબ્જો લેતું નથી.અગાઉ કલેકટરે પાણી પુરવઠાને ભૂગર્ભનો કબ્જો પાલિકાને સોંપી દેવાની તાકીદ કરી હતી.તેથી પાણી પુરવઠા બોર્ડ પાલિકા તંત્રને ચાવી સોંપી હતી પણ પાલિકા તંત્રએ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

ભુર્ગભના 10 પંપો બંધ : નદીમાં વહેતુ ગટરનું દૂષિત પાણી

બે તંત્ર વચ્ચેની મડાંગાઠને કારણે શહેરની પ્રજા ગટર ઉભરાવવની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે.ખાસ કરીને પાલિકા તંત્ર ભૂગર્ભનો કબ્જો સાંભળતું ન હોવાથી સફાઈ સહિતની કામગીરી બંધ છે.જેમાં ભૂગર્ભ ગટરના 10 પંપો બંધ હાલતમાં છે.જેથી ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાઈ છે અને ગટરનું દૂષિત પાણી નદીમાં વહે છે.પરિણામે નદી પ્રદુષિત થવાની સમસ્યા ઉદભવી છે.ભૂગર્ભ ગટર બન્યાથી માંડીને આજ દિન સુધી કોઈને કોઈ વિસ્તારમાં દરરોજ ગટરના પાણી ઉભરાતા હોવાની સમસ્યાઓ સર્જાઈ છે.પંપીગ સ્ટેશનો બંધ હાલતમાં હોવાથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓ વકરે છે તેથી લોકોની સુખાકારીના હિતમાં તંત્ર વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text