જો પરમાણું વીજમથક કાર્યરત થાય તો મોરબીના સિરામિક ઉદ્યોગને મફતના ભાવે વીજળી મળી શકે

- text


પરમાણુ સહેલી ડૉ. નીલમ ગોયલનો તર્કબદ્ધ દાવો

મોરબી : મોરબીની આસપાસમાં પથરાયેલા સિરામિક ઉદ્યોગમાં દૈનિક ૧૨ લાખ મેગાવોટ વીજળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી વીજળીની પાછળ કરવામાં આવતો ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તેની માહિતી આપતા ભારતની પરમાણું સહેલી ડો.નીલમ ગોયેલે કહ્યું હતું કે, સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સના પ્રોડક્શ પાછળ કરવામાં આવતો ખર્ચ ઘટાડવા માટેનો એક માત્ર વિકલ્પ છે પરમાણું ઉર્જાનો પ્લાન્ટ. જો ઘર આંગણે જ વીજળી પેદા કરવામાં આવશે તો ઉદ્યોગકારોને મફતના ભાવે વીજળી મળી શકે તેમ છે. દેશમાં ઉર્જા બચત કરવાની જરૂર છે. જેથી ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ દ્વારા આ અંગે વિશેષ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત મોરબી સિરામિક એસો. ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. નિલમ ગોયલે ભારતના વર્તમાન સમયે વ્યકિતની વિજળી ઉપભોગની ક્ષમતા તેમજ આવક વિશેની માહિતી આપી હતી અને તેમને કહ્યું હતું કે, સામાન્યથી લઈ ખાસ વ્યકિતઓની અજ્ઞાનતાને કારણે ભારતમાં પરમાણું પ્લાન્ટની આ યોજનાઓ કાર્યરત કરવાની ગતિ કાચબાની જેમ આગળ વધી રહી છે. જેના કારણે અમુક યોજનાઓ તો હાલમાં મૃતપાય છે. મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં ૧૦ હજાર મેગાવોટ વીજળી ઉત્પન કરી શકે તેવા પરમાણું પ્લાન્ટની સ્થાપના કરવામાં આવે તો હાલમાં સિરામિક ઉદ્યોગમાં વીજ કંપની દ્વારા આઠ રૂપિયાના ભાવથી પ્રતિ યુનિટ વીજળી સપ્લાય કરવામાં આવે છે તે માત્ર બે રૂપિયાના ભાવથી જ મળી શકે તેમ છે. આજની તારીખે મોરબી આસપાસના સિરામિક ઉદ્યોગમાં પ્રતિદિન ૧૨ લાખ મેગાવોટ વીજળીની જરૂરિયાત છે. જે આગામી દિવસોમાં સો ટકા વધવાની જ છે કેમ કે, હાલમાં ટાઈલ્સ નેચરલ ગેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે. તેનો વિકલ્પ પરમાણું ઉર્જા જ ભવિષ્યમાં બની શકે તેમ છે. જેથી પરમાણું પ્લાન્ટ મોરબીની આસપાસના વિસ્તારમાં કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે. તેનાથી જ મોરબીના સિરામિક ઉદ્યોગને એક યોગ્ય અને કિફાયતી વિકલ્પ મળશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text