મોરબી : કરમશીભાઇ કુંડારીયાના બેસણા પ્રસંગે રોપા વિતરણ

- text


સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાના ભાઈ હતા કરમશીભાઇ કુંડારીયા

મોરબી : આજે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાના મોટાભાઈ કરમશીભાઇ કુંડારિયાના બેસણા પ્રસંગે આવનાર તમામને રોપાનું વિતરણ કરીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. તાજેતરમાં અવસાન પામેલ કરમશીભાઇ કુંડારીયા, કે જે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાના મોટાભાઈ હતા, તેમનું આજરોજ તેમના નિવાસસ્થાને બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણા પ્રસંગે આવનાર તમામ મહેમાનોને રોપાનું વિતરણ કરીને સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણને કારણે દુષિત હવામાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે. આવા સમયે જો વૃક્ષોની સંખ્યા વધારવામાં આવે તો આ સમસ્યાઓને નિવારી શકાય. કારણ કે વૃક્ષો ધૂળ, કાર્બન ડાયોક્સાઇડ, પારો, લિથિયમ, લેડ, ઘોંઘાટ વગેરે પર્યાવરણ માટે હાનિકારક વસ્તુઓને શોષીને ઓકસીજનનું ઉત્સર્જન કરે છે અને આસપાસની હવાને ફિલ્ટર કરે છે. આમ ઘરની આસપાસના 10 વૃક્ષો આયુષ્યમાં સરેરાશ 7 વર્ષનો વધારો કરે છે. આવા સંદેશ સાથે મહેમાનોમાં રોપાનું વિતરણ કરીને એક શ્રેષ્ઠ કાર્ય કુંડારીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text