મોરબી : પાડા પુલ પર સ્ટંટમેન બાઈકર્સના વધતા ત્રાસ સામે લાલ આંખ કરવાની ઉઠતી પ્રબળ માંગ

- text


નવા-જુના પાડા પુલ પર મોડી સાંજથી રાત્રી સુધી બાઈક પર કરતબ કરતા છેલબટાવ યુવાનોથી અકસ્માતનો ભય

મોરબી : મોરબી સ્થિત નવા તેમજ જુના પાડા પુલ પર મોડી સાંજથી રાત્રે મોડે સુધી લોકો પરિવાર સાથે વિહરવા નીકળતા હોય છે ત્યારે ઘણા છેલબટાવ યુવાનો દ્વારા ફૂલ સ્પીડમાં બાઈક હંકારીને સ્ટંટ કરવામાં આવે છે. આથી અન્ય સામાન્ય રાહગીરો તેમજ પરીવાર સાથે પગ છુટ્ટો કરવા નીકળતા લોકોમાં ભયનો માહોલ છવાયેલો રહે છે.

પાછલા ઘણા સમયથી મોરબીમાં બાપ કમાઇના બાબુડિયા એવા તત્વોની બાઈકર ગેંગ સક્રિય થઈ છે. આવા યુવાનો પોતાની બાઈક લઈને મોડી સાંજથી અડધી રાત્રી સુધી નવા તેમજ જુના મયુર પુલ પર નીકળી પડે છે અને ફૂલ સ્પીડમાં તેમજ સર્પાકાર રીતે બાઈક ચલાવીને જોખમી સ્ટંટ કરવાનો અને એ દ્વારા લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. પુલ તેમજ જાહેર રસ્તાઓ પર આમ પણ જોખમી રીતે કોઈ પણ વાહન ચલાવવું એ સજાને પાત્ર ગુન્હો છે. ત્યારે અહીં તો રીતસર લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે પુલ પર સ્ટંટબાજી કરીને લોકો પર પ્રભાવ પાડી ગભરાવીને વિકૃત આનંદ લૂંટે છે. આ પુલ પર લોકો સમી સાંજથી લઈ રાત્રી સુધી પગ છૂટો કરવા નીકળતા હોય છે ત્યારે ટ્રાફિક પણ હોય છે. આ દરમિયાન જ પરિવાર સાથે આવેલા બાળકો વૃદ્ધો માથે જીવનું જોખમ ઉભું થાય એ રીતે બાઈકર ગેંગ કરતબ કરે છે. પરિવાર સાથે આવેલી બહેન દીકરીઓ સામે કુચેષ્ઠા કરી વિકૃત આનંદ લેતા આવા તત્વોને પોલીસનો જાણે જરા પણ ખોફ ન હોય એમ રોજ ચોક્કસ સમયે રાત્રે નીકળી જ પડે છે. ત્યારે આવા બાઈકરો શુ પોલીસની નજરે નહિ ચડતા હોય એવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. પરિજનો સાથે નીકળતા લોકોમાં બાઈકરોનો આ ત્રાસ બંધ થાય એવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

- text

પોલીસ શું માત્ર લાઇસન્સ, હેલ્મેટ, પીયૂસી વગેરેના ચલાન કરવા માટે જ ઉભી રાખવામાં આવે છે અને ગંભીર અકસ્માત નોતરે એવા સ્ટંટમેન બાઈકરો સામે કેમ કોઈ પગલાં નથી ભરતી એવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે ત્યારે રાજકોટ સીટીમાં પણ આવી બાઈકર ગેંગનો ત્રાસ જે રીતે પોલીસે (એ સમયે હાલના મોરબી જ એસ.પી. કરણરાજ વાઘેલા રાજકોટની પોસ્ટ પર હતા) લાલ આંખ કરીને બંધ કરાવ્યો એવી જ રીતે અહીં પણ આવી ગેંગને નશ્યત આપે એવી લોક લાગણી પ્રબળ બની છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text