હળવદની બ્રિલિયન્ટ સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

- text


મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની સહિતના આગેવાનો હાજર રહ્યા

હળવદ : હળવદ શહેરમાં આવેલ બ્રિલિયન્ટ સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થી પારિતોષિક સન્માન સમારોહ તેમજ “કલવર” સાંસ્કૃતિક કાર્યક્રમ-2024 નું શહેરમાં આવેલ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રિલિયન્ટ સ્કૂલના કાર્યક્રમમાં મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની,દીપકભાઈ જોશી,નવીનભાઈ શુક્લ,રજાકભાઈ આંબલીયા, અતુલભાઇ પાઠક,ઘનશ્યામભાઈ,સંજયભાઈ રાઠોડ,ધર્મેશભાઈ શાહ,દેવશીભાઈ દલવાડી સહિતના અગ્રણીઓની હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શ્રેષ્ઠ વિદ્યાર્થી પારિતોષિત તેમજ “કલવર” સાંસ્કૃતિક કાર્યક્રમ-2024 માં શાળાના 200થી વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ બદલ ટ્રોફી,સર્ટિફિકેટ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.સાથે જ શાળાના અનુભવી તેમજ શ્રેષ્ઠ બાર જેટલા શિક્ષકા બહેનોને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવાજી તેઓને પણ સન્માનિત કરાયા હતા.”કલવર” સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમૂહ ગીત, સમૂહ ડાન્સ,દેશભક્તિના સહિતના ગીતો પર બાળકોએ પર્ફોર્મન્સ કરી હાજર સૌ વાલીગણને મંત્રમુગ્ધ કરી દીધેલ હતા

- text

કાર્યક્રમમાં શાળાના એમડી,પ્રિન્સિપાલ નરેશભાઈ રાવલ તેમજ સુરેશભાઈ પટેલ તથા ગૌરવભાઈ સોલંકી સહિત સ્કૂલના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

- text