મોરબી : રાજપર ગામે મોડી રાત્રે પાણીના કારખાનામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

- text


પાણીના કારખાનામાં કંઈ હાથ ન લાગતા છોટા હાથીમાંથી ટેપ કાઢી એક બાઈક હંકારી ગયા : બે તસ્કરો સી.સી.ટીવીમાં કેદ

મોરબી : મોરબીના રાજપર ગામે ગત મોડી રાત્રે બે તસ્કરો પાણીના કારખાનામાં ચોરી કરવા ઘુસ્યા હતા. એ પહેલાં બોલેરો તેમજ છોટા હાથી તેમજ પાણીના કારખાનની ડિલિવરી રિક્ષામાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પણ છોટા હાથીમાંથી ટેપરેકોર્ડર સિવાય કશું હાથ ન લાગતા નજીકના એક ઘર બહાર પાર્ક કરેલું મોટરસાયકલ ઉઠાવી ગયા હતા. જો કે એ મોટરસાયકલ પણ આજે સવારે નુકશાન કરેલી હાલતમાં વિરપર ગામ નજીકથી રેઢું મળી આવ્યુ હતું.

- text

બનાવની સ્થળ પરથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજપર ગામે આવેલા ગુરુકૃપા વોટર સપ્લાય નામના બેવરેજીસ પ્લાન્ટમાં મોડી રાત્રે બે વાગ્યા બાદ બે તસ્કરો ત્રાટકયા હતા. અહીં આવતા પહેલા બન્ને તસ્કરોએ સામે આવેલા બગીચા નજીક પડેલી એક બોલેરો કારમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ગુરુકૃપા વોટર સપ્લાયમાં ઘુસ્યા હતા. જ્યાં પણ કશું હાથ ન લાગતા પાણીના કેરબામાંથી પાણી પીને પાણીના કેરબા ભરેલી રિક્ષામાં ખાંખાખોળા કર્યા હતા. આ આખી હિલચાલ કારખાના બહાર લાગેલા સી.સી.ટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. અહીં કશું હાથ ન લાગતા નજીક પડેલા એક છોટા હાથી વાહનમાંથી ટેપરેકોર્ડર કાઢી લીધું હતું. ટેપ ચોરી કરી તસ્કરોએ નજીકમાં આવેલા મગનભાઈ વશરામભાઈ અઘારાના ઘર બહાર પાર્ક કરેલું મોટરસાયકલ થોડે દુર સુધી ઢસડી હંકારી ગયા હતા. ચોરીના બનાવની વહેલી સવારે જાણ થતાં સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ દ્વારા આખો ઘટના ક્રમ પ્રકાશમાં આવ્યો હતો. જો કે સવારે જ રાજપર અને વિરપર ગામની વચ્ચે આવેલી સડક પરથી બાઈક તૂટેલી હાલતમાં રેઢું મળી આવ્યું હતું. જેમાં દરેક પ્રકારનું વાયરિંગ કાપેલું જોવા મળ્યું હતું. અનુમાન છે કે બાઇકને ચાવી વગર ડાયરેકટ સ્ટાર કરવાના ચક્કરમાં શીખાવ તસ્કરોએ વાયરિંગ કાપી નાખ્યું હોય શકે છે. બનાવની પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text