વાંકાનેર નજીક કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

- text


વાકાનેર : વાંકાનેર નજીક જોધપુર પુલ ઉપરથી કારમાં 100 લીટર દેશી દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઈ એસ.એ.ગોહિલની સૂચનાથી સ્ટાફે વાંકાનેર- ચોટીલા હાઇવે પર જોધપુર પુલ ઉપરથી જીજે 1 એચઇ 2927 નંબરની કારમાંથી 100 લીટર દેશી દારૂ સાથે કમલેશ ધીરાભાઈ ઉધરેજીયા ઉ.વ. 20ને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text