મોરબીમાં યુવાનની હત્યા કરનાર પોલીસ કર્મી સહિતના ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

- text


અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ

મોરબી : મોરબીના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવ્યાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસની તપાસમાં હેડ ક્વાર્ટરમાં ફરજ માટે મુકાયેલા એક પોલીસ કર્મી તથા પાંચ જીઆરડી જવાનોએ મોબાઈલ ચોરીના શંકમદ શખ્સને અહીં પૂછપરછના બહાને લાવીને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હોવાનું ખુલ્યું હતું.આથી આ મામલે હત્યાનો ગુનો નોંધાયા બાદ આરોપી પોલીસ કર્મી અને બે જીઆરડી જવાનોને પોલીસે ઝડપી લીધા હતા.આ ત્રણેય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર સોપાયા છે.

- text

મોરબી તાલુકાના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડ કવાર્ટરની સાઇટ પાસેથી બે દિવસ પહેલા એક યુવાનની લાશ મળી આવી હતી. યુવાનની લાશ પર ઇજાના નિશાનો જોવા મળતા પોલીસની તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું.વિશેષ તપાસ કરતા ખુદ પોલીસ કર્મી અને પાંચ જીઆરડી જવાનોએ આ યુવાનની હત્યા કર્યાનો ચોકવનારો ઘટસ્ફોટ થયો હતો.હેડ ક્વાર્ટરની સાઈટમાં કામ કરતા સુપરવાઈઝર રાકેશ રાઠોડે આ બનાવનો ખુલાસો કર્યો હતો.તેણે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ સાઇટ પર ફરજ માટે મુકાયેલા પોલીસ કર્મી કિશોરભાઈ ગોવાણી તથા પાંચ જીઆરડી જવાનોએ આ યુવાનને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું.ફરિયાદીએ આ બનાવ નજરે જોયો હોવાથી તેણે પોલીસ કર્મી સહિત છ શખસો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.બાદમાં એસપીએ જણાવ્યું હતું કે, આરોપી પોલીસ કર્મચારીને રાતાંવીરડા ગામે કોઈ શખ્સ મોબાઈલ ચોરીમાં પકડાયો હોવાની જાણ થતાં તે ત્યાં જઈને લોકોના હાથે માર ખાતા આ શકમંદ શખ્સને છોડાવી સાઇટ પર પૂછપરછના બહાને લઈ આવીને માર માર્યો હતો અને તેનું મોત થતા આ હત્યાના ગુનામાં આરોપી કિશોર ગોવાણી, કમલેશ દેગામાં અને હાર્દિક બરાસરાની ધરપડક કરીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે.

- text