વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નિર્માણના પાયાના પથ્થર સમાન આસર સાહેબનું નિધન

- text


વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં સૌથી મોટું યોગદાન આપનાર તેમજ વાંકાનેર શૈક્ષણિક જગતમાં સંસ્કૃત વિષયના નિષ્ણાંત, વિદ્યાર્થીઓના માર્ગદર્શક, અમરસિંહજી હાઈસ્કૂલના નિવૃત શિક્ષક પ્રવિણચંદ્ર વી. આશર તે એલ.કે. સંઘવી હાઈસ્કુલના નિવૃત પ્રધાનાચાર્ય ઉર્મિલાબેન આશરના પતિ આજ રોજ અવસાન પામેલ છે. સદગતની અંતિમ યાત્રા સાંજે 6: 30 કલાકે તેમના નિવાસ સ્થાને આરોગ્ય નગર, વાંકાનેર થી નીકળશે.

સદગત પ્રવીણચંદ્ર આશર વાંકાનેર સ્વામીનારાયણ સત્સંગ મંડળમાં સદા હસતા ચહેરાએ હાજર રહેતા, તેમનું જીવન સાધુતા સમાનમાં જીવી જાણ્યું છે તેમજ વાંકાનેરના વિદ્યાર્થીઓ માટે હર હંમેશ માર્ગદર્શન આપવા માટે સદા તત્પર રહેતાં તેમના નિધનના સમાચાર સાંભળી સમગ્ર હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ છે અને સંતોએ પણ તેમના દિવ્ય આત્માના કલ્યાણ અર્થે ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text