મોરબીના 20 પીએચસી અને 17 સબ સેન્ટરોમાં વેલનેસ સેન્ટરો શરૂ કરાશે

- text


લોકોને બીમારીનો ભોગ બનતા અટકવા માટે આ સેન્ટરોમાં બીમારીથી બચવા વિશેષ માર્ગદર્શન અપાશે

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ મહિનાના અંત સુધીમાં મોરબીના ગ્રામ્ય વિસ્તારોના 20 પીએચસી અને 17 સબ સેન્ટરોમાં વેલનેસ સેન્ટરો શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સેન્ટરોમાં લોકોને બીમારીથી બચવા કેવી આરોગ્યની કાળજી લેવી જોઈએ તે અંગેની સપુણે માહિતી આપવામાં આવશે એટલે લોકો બીમાર પડ્યા પહેલા દવાખાને આવી અગાઉથી જ બીમારીથી બચવાની જડીબુટી મેળવે તેવો આ સેન્ટરો ચાલુ કરવા પાછળનો ઉદેશ્ય છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના 20 પીએચસી અને 17 સબ સેન્ટરોમાં આ મહિના અંત સુધીમાં વેલનેસ હેલ્થ સેન્ટર ચાલુ કરી દેવામાં આવશે.આ બાબતે મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આ મહિનાના અંત સુધીમાં આ સેન્ટરો શરૂ કરવામાં આવશે.બાદમાં શહેરી વિસ્તારોમાં પણ આ સેન્ટરો શરૂ કરવામાં આવશે.આ વેલનેસ હેલ્થ સેન્ટર શરૂ કરવા પાછળનો ઉદેશ્ય એ છે કે, લોકો કોઈપણ રોગનો ભોગ બને તે પહેલાં તેને કેમ અટકાવી શકાય તે અંગે આરોગ્ય વિષયક સલાહ અને માર્ગદર્શન આપવામાં આવશે

- text

.આ સેન્ટરોમાં રોગથી બચવા માટે યોગા, લાઈફ સ્ટાઇલ અને લાઈફ સ્ટાઇલમાં ચેન્જ કરવો તથા આહાર કેવો લેવો અને શરીરની ફિટનેસ કેવી રીતે જાળવવી તેની ટિપ્સ આપવામાં આવશે.જેના માટે સી.એચ.ઓ.ની નિમણુક કરવામાં આવી છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ફક્ત બીમાર પડે એટલે જ દવાખાને જવું એવું નથી અને બીમાર માણસો જ દવાખાને જાય એવું પણ નથી સાજા લોકો પણ નિયમિત દવાખાને જઈને આરોગ્યની યોગ્ય ટિપ્સ મેળવે તો તે કદી માદા પડે નહીંએવો આ સેન્ટરો ચાલુ કરવા પાછળનો ઉદેશ્ય છે.જેમ લોકો નિયમિત મંદિરે જાય તેમ નિયમિત દવાખાને જશે તો તેમને બીમાર પડવાની નોબત નહિ આવે.આયુષ્યમાન ભારત યોજના હેઠળ લોકોને બીમાર બનતા અટકાવવા માટે આ સેન્ટરો શરૂ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text