મોરબી : પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


મહિલાઓએ અડધી કલાક સુધી ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસીને ઉગ્ર રજુઆત કરી : ત્રણ ચાર દિવસથી એકાતરા પાણી કાપ લાદી દેતા પાણીની સમસ્યાઓ વધશે

મોરબી : મોરબીમાં ગતવર્ષે રહેલા નબળા ચોમાચાને કારણે ઉનાળો શરૂ થતાની સાથે જ ઠેક ઠેકાણેથી પાણીની પળોજણ ઉભી થઇ છે.પાણીની કટોકટી વચ્ચે તંત્રએ છેલ્લા ત્રણ ચાર દિવસથી એકાતરા પાણી વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.દરમ્યાન આજે મોરબીના સામાકાંઠે આવેલ પાવન પાર્કમાં છેલ્લા પાંચ દિવસથી પાણીના ધાધિયા થતા આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં અડધી કલાક બેસીને ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના સામાકાંઠે આવેલ પાવન પાર્ક વિસ્તારની મહિલાઓ આજે તેમના વિસ્તારના પાણી પ્રશ્ને રજુઆત કરવા મોરબી પાલિકા કચેરીએ દોડી ગઈ હતી.મહિલાઓ પાલિકા કચેરીમાં આવેલ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અડધી કલાક નીચે બેસીને પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી.મહિલાઓએ રોષ સાથે પાણી પ્રશ્ને ભોગવવી પડતી હાલાકીની હૈયાવરાળ ઠાલવી હતી.મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી પાણી આવતું નથી.જોકે પાવન પાર્કની એક શેરીમાં પાણી આવે છે.પરંતુ બીજી શેરીમાં પાણી આવતું નથી.તેથી મહિલાઓને આવી કાળઝાળ ગરમીમાં પાણી માટે દરબદર ભટકવું પડે છે.મહિલાઓની ઉગ્ર રજુઆતને પગલે પાલિકા તંત્રએ આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતા હાલના તબબકે મામલો થાળે પડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષે ચોમાસુ નબળું રહ્યું હતું.તેથી ઉનાળો આવતા જળ ભંડારો ડુકી જય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.જોકે ઉનાળાના પ્રારંભ સાથે જ અલગ અલગ વિસ્તારમાંથી પાણીની બુમરાણ ઉઠી રહી છે.તેવા સમયે તંત્રએ છેલ્લા ત્રણ ચાર દિવસથી એકાતરા પાણી કાપ લાદી દીધો છે.એથી હવે એકાતરા પાણી વિતરણ થવાથી ઉનાળાના મધ્યે પાણીની ગંભીર કટોકટી સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text