રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં 15મેથી ફેરફાર   

- text


મોરબી : મુસાફરોની સગવડતા અને ટ્રેનો ના સમય પાલન માં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફારો કરી રહી છે. જેની વિગતો નીચે મુજબ છે.

(1) ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ગાંધીનગરથી વર્તમાન સમય 21:55 કલાકના બદલે 21:45 કલાકે ઉપડીને, સુરેન્દ્રનગર 00.01 કલાકે, થાન 00.30 કલાકે, વાંકાનેર 00.58 કલાકે, રાજકોટ 01.45 કલાકે, ભક્તિનગર 02.10 કલાકે અને વેરાવળ 05.45 કલાકે પહોંચશે.

(2) ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર થી તેના નિર્ધારિત સમય 10:35 કલાકના બદલે 10:30 કલાકે ઉપડશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનનો સમય માં કોઈ ફેરબદલ નથી.

(3) ટ્રેન નં. 22958 વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમયે 21:50 કલાકે ઉપડીને ભક્તિનગર 00.54 કલાકે, રાજકોટ 01.08 કલાકે, વાંકાનેર 01.50 કલાકે, થાન 02.14 કલાકે, સુરેન્દ્રનગર 02.54 કલાકે અને ગાંધીનગર 05:40 કલાકે પહોંચશે.

(4) ટ્રેન નંબર 19319 વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસના સમયમાં માત્ર જૂનાગઢ અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન જૂનાગઢ 23.21 કલાકે અને રાજકોટ 02.10 કલાકે પહોંચશે.

- text

(5) ટ્રેન નંબર 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસ માં માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન રાજકોટ 00.50 વાગ્યે અને ભક્તિનગર 01.25 વાગ્યે પહોંચશે.

(6) ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસ માં માત્ર ભક્તિનગર અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશન ના સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન 02.11 કલાકે ભક્તિનગર અને 02.40 કલાકે રાજકોટ પહોંચશે.

- text