ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું વાંકાનેર તાલુકામાં ઠેર-ઠેર સ્વાગત : મુસ્લિમ સમાજનો ટેકો

- text


વાંકાનેર ગ્રીન ચોકમાં મુસ્લિમ સમાજ દ્વારા ધર્મ રથને આવકાર અપાયો

વાંકાનેર : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિષે વિવાદાસ્પદ નિવેદન બાદ હવે ક્ષત્રિય સમાજે રૂપાલા અને ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ દ્વારા ગામેગામ ભાજપનો વિરોધ કરવા સંદેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે ધર્મરથનું વાંકાનેર તાલુકામાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાંકાનેર ગ્રીન ચોકમાં મુસ્લિમ સમાજ દ્વારા ધર્મ રથને આવકાર અપાયો હતો.

ક્ષત્રિય સમાજ વિષે ભાજપના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ રાજકોટ જ નહીં બલ્કે રાજ્યભરમાં તમામ બેઠકો ઉપર ભાજપને હરાવવા ક્ષત્રિય સમાજે સોગંદ લઈ ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું પરિભ્રમણ શરૂ કર્યું છે જે અંતર્ગત ગઈકાલે આ રથ વાંકાનેર તાલુકામાં ખેરવા, કણકોટ,ઘીયાવડ, અગાભી પીપળીયા, કલાવડી, સિંધાવદર સહિતના વીસેક ગામોમાં ફર્યા બાદ વાંકાનેર પહોંચતા ઠેર-ઠેર સ્વાગત બાદ વાંકાનેર મુસ્લિમ સમાજ દ્વારા રથને આવકાર આપી ક્ષત્રિય સમાજને ખુલ્લો ટેકો આપ્યો હતો. આ વેળાએ મુસ્લિમ સમાજના ધર્મગુરુના પુત્ર શકિલભાઈ પીરઝાદા, મુસ્લિમ સમાજના મહામંત્રી મહંમદભાઇ રાઠોડ, મુસ્લિમ સમાજના કોર્પોરેટર ઝાકીરભાઇ બ્લોચ, કુરેશી સમાજના યુવા આગેવાન અફઝલભાઇ લાખા. મુસ્લિમ સમાજના યુવા અગ્રણી ઝાકીરભાઇ રાઠોડ, સિપાઈ સમાજના યુવા અગ્રણી એજાઝ ચૌહાણ, કુરેશી જમાતના યુવા અગ્રણી સિકંદર ઈકબાલભાઈ કુરેશી તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ક્ષત્રિય સમાજની પોતાનું સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.

- text

- text