મોરબી જિલ્લામાં 18મીએ જ્યોતિર્લિંગ શોભાયાત્રાનું આગમન

- text


સોમનાથની નિકળનારી કાશી વિશ્વનાથની જ્યોતિલીગ યાત્રાના આગમનને વધાવવા અનેરો ઉત્સાહ

મોરબી: સોમનાથથી નિકળનારી કાશી વિશ્વનાથની જ્યોતિલીગ યાત્રા આગામી 18 ફેબ્રુઆરીએ મોરબી જિલ્લામાં આવી પહોંચશે ત્યારે આ જ્યોતિલીગ યાત્રાના આગમનને વધાવવા મોરબી જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લાના જ્યોતિલીગ યાત્રાના રૂટ નક્કી કરીને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે આગામી 23થી25 ફેબ્રુઆરીનાં રોજ દ્વિતિય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્રાદશ જ્યોતિર્લિંગ સન્માન સમારોહ સામાજિક સમરસતા જગાવવા અને હિન્દૂ ધર્મના ધાર્મિક સ્થળ પર.માત્ર ધાર્મિક કાર્યો સાથે સાથે માનવસેવાકીય પ્રવૃતિ કરવા જાગૃત કરવાનો ઉદ્દેશ સાથે દેશના 12 જ્યોતિર્લિંગનાં લોકો દર્શન કરી શકે તેવા હેતુસર સમારોહમાં પ્રતિકૃતિ મુકાશેઆ અંગે રાજ્યના તમામ જિલ્લના નાનામાં નાંનાં ગામડાં સુધી માહિતી પહોંચાડવા 11 જેટલા રથ તૈયાર કરાયા છે.અને જ્યોતિગ યાત્રાનો એક રથ ત્રણ જિલ્લામાં ફરશે.મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં આગામી 17 ફેબ્રુઆરી નાં રોજ કાશી વિશ્વાનાથ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ વાંકાનેરમાં આવશે.અને સમગ્ર શહેરમાં ફરી બાદમાં તે હળવદ જશે જ્યાં શહેરમાં ફરશે અને રાત્રી રોકાણ કરી ધર્મ સભા કરશે.જ્યારે તાં.18નાં રોજ માળિયા તાલુકામાં ફરશે અને બાદમાં 18નાં બપોર બાદ મોરબી શહેરમાં આવશે.મોરબી શહેરમાં પ્રથમ સામાકાંઠા વિસ્તારમાં શોભાયાત્રા ફર્યા બાદ દરબારગઢ નેહરુગેટ ચોક,હોસ્પિટલ ચોક, રવાપર રોડ,નરસંગ ટેકરી,અવની ચોકડી થઈ શનાડા રોડ પર ફરશે. બાદમાં સ્વામિનારાયણ મંદિર આવી વિરામ કરશે અહીં ફરી રાત્રી સભા કરી તાં.19નાં ટંકારા થઈ રાજકોટ નીકળશે.આ શોભાયાત્રા તેમજ સોમનાથ ખાતે યોજાનાર સમારોહમાં તમામ ધર્મપ્રેમી લોકોને હાજર રહેવા સોમનાથ મંદિર ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અને ભાવેશભાઈ વેકરિયાએ અનુરોધ કર્યો છે હતું.આ પ્રસંગે આર.એસ.એસના પશ્ચિમ ક્ષેત્રનાં સર સંઘસંચાલક ડો.જયંતિ ભાડેશીયા,વીએચપીના મોરબી જિલ્લા અધ્યક્ષ દિગુભા ઝાલા સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી બ્રહ્મદર્શન સ્વામી સહિતના હાજર રહ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text