મોરબીમાં યુવાનની હત્યા કરાયેલી લાશ મળી

- text


વિશિપરામા પાલિકાના જર્જરિત કોમ્યુનિટી હોલમાંથી લાશ મળવાની ઘટનાના પગલે તપાસ અર્થે પોલીસ ઉંધામાથે

મોરબી : મોરબીના વિશિપરામાં યુવાનની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તારણમાં યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ પાલિકાના જર્જરિત કોમ્યુનીટી હોલમાંથી યુવાનની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બનાવની જાણ થતાં ધટનાની જાણ થતા મોરબી જીલ્લા ડીવાયએસપી સહિત એલ.સી.બી., એસ.ઓ.જી. અને બી ડીવીઝન પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો. અને તુરંત જ કાર્યવાહી શરૂ કરી હતી.

યુવાનની હત્યા કરાયેલી લાશ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ આ યુવાનની હત્યા કોણે કરી અને ક્યાં કારણોસર કરી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text