મોરબી : સિંચાઈ કૌભાંડના આરોપી ભરત ગણેશિયાના જામીન મંજુર

- text


ધારાસભ્ય સાબરીયાના વચેટિયા ભરત ગણેશિયાને હાઇકોર્ટે ૧૦ હજારના શરતી જામીન આપ્યા

મોરબી : મોરબી જિલ્લાની નાની સિંચાઈ યોજનામાં કૌભાંડમા નાણાની ઉપાચતના ગુનામાં જેલહવાલે રહેલા ધારાસભ્ય સાબરીયાના વચેટિયા ભરત ગણેશિયાના જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં લાંચ લેવાના ગુનામાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા સાથે તેમના વચેટિયા ભરત ગણેશિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ જેલહવાલે રહેલા ગણેશ વચેટિયાએ જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને મંજુર રાખીને કોર્ટે ભરત ગણેશિયાને ૧૦ હજારના શરતી જામીન આપ્યા છે.

- text

નોંધનીય છે કે ગઈકાલે ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ પણ ચાર્જશીટ ફાઇલ થયા બાદ પ્રથમ વખત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારે આજે તેમના વચેટિયાની જામીન અરજી હાઈકોર્ટે માન્ય રાખી દીધી છે. જેમાં આરોપી પક્ષે વકિલ પંકજ ચોધરી, મહેશ ગણેશીયા અને દિલીપ અગેચાણીયા રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text