આમા બાળકો માંદા જ પડેને ! મોરબી જિલ્લામાં આંગણવાડીના આર.ઓપ્લાન્ટ બંધ

- text


ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આવેદન આપાયું

મોરબી : આંગણવાડીમાં કામ કરતા બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોને લઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જુદી – જુદી ૨૩ બાબતો અંગે રજુઆત કરી હતી જેમાં ચોકવનારો ઘટસ્ફોટ એ થયો છે કે બાળકોને પીવાનું સારું પાણી મળે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે નાખવામાં આવેલ આર.ઓ. પ્લાન્ટ બંધ થઈ ગયા છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જુદી – જુદી ૨૩ માંગણીઓ રજૂ કરવામા આવી હતી જેમાં પગાર વધારો, પેન્શન, નિવૃત્તિ વાયમર્યાદા વધારવી, ગ્રીવન્સ સેલની રચના કરવી, ગેસના બાટલાના પૂરતા પૈસા આપવા, રાશન અને ગેસના બાટલા આંગણવાડી સુધી પહોંચતા કરવા, સાડી વિતરણ તાત્કાલિક કરવું, બ્લાઉઝની સિલાઈ ૩૦૦ રૂપિયા કરવી સહિતની માંગો રજૂ કરવામાં આવી હતી.

- text

દરમિયાન આંગણવાડી સંગઠન દ્વારા સરકારની પોલ છતી કરી ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે હાલમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને શુદ્ધ પીવાના પાણી માટે મુકવામાં આવેલા તમામ આર.ઓ.પ્લાન્ટ બંધ છે અને પાણીની વિકટ સમસ્યા છે જે તાકીદે ઉકેલ લાવવા માંગ ઉઠવાઈ હતી.

- text