મોરબીમાં મોઢ વણિક મહિલા મંડળ દ્વારા વેલકમ ૨૦૧૯ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી મોઢ વણિક મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાય-બાય ૨૦૧૮ અને વેલકમ ૨૦૧૯ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી મોઢ વણિક જ્ઞાતિની વાડી ખાતે બાય – બાય ૨૦૧૮ અને વેલકમ ૨૦૧૯ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકો તેમજ બહેનોએ ડાન્સ, મિમિક્રી, એકપાત્રિય અભિનય, વેશભૂષા સહિતની કૃતિઓ રજૂ કરી કાર્યક્રમની મજા માણી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મહિલા મંડળના ઉપપ્રમુખ અલ્કાબેન મણિયાર, મંત્રી આરતીબેન દોશી, સહમંત્રી નીતાબેન મણિયાર, ખજાનચી હેતલબેન પારેખ, તથા મંડળના કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text