વાડીમાં ઢોર ચારવાની ના પાડતા ટાંટિયા ભાંગી નાખ્યા

- text


વાંકાનેરના તીથવામાં ચોરી ઉપર સે સીનાજોરી જેવો કિસ્સો : ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે ચોરી ઉપર સે સીનાજોરી જેવા કિસ્સામાં વાડી માલિકે ઢોર ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા માલધારીએ વાડી માલિકને લાકડી વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા ફરિયાદી મહંમદભાઈ અલાઉદીનભાઈ વકાલીયા,ઉ.૫૯ની માલિકીનું ખેતર ખુલ્લું થઇ જતાં આરોપી બાબુભાઈ ઉકાભાઇ ભરવાડ રહે. તીથવા વાળાએ પોતાના માલ ઢોર ખેતરમાં ચરાવવા દેવા કહેતા ફરિયાદીએ ઢોર ચરાવવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈ ભુંડાબોલી ગાળો આપી પગમાં લાકડી વડે માર મારી તથા પગથી વાંસામાં અને પડખામાં લાકડી વડે મુંઢમાર માર્યો હતો.

- text

આ ઉપરાંત ઉશ્કેરાયેલા બાબુએ જતા – જતા કહેલ કે જો હવે ખેતરમાં ઢોર ચરાવવા દેવાની ના પાડી તો જીવતા નહીં રહો એમ જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરેલ હોય આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૩૨૩, ૫૦૬(૨) જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ જમાદાર વશરામભાઈ ચલાવી રહ્યા છે.

- text