મોરબી ફાયરિંગ પ્રકરણમાં વધુ બે ને ઉપાડી લેતી પોલીસ

- text


શાર્પશૂટર સુરેશસિંગને જમવાની સુવિધા પૂરી પાડનાર હિતુભાના મામાના દીકરા અને ખાસ માણસને ઝડપી લેવાયા

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં આગાઉ ચાર આરોપીને ઝડપી લેવાયા બાદ આજે પોલીસે વધુ બે શખસોને ઉપાડી લેતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં ૮ ડિસેમ્બરે સાંજે ભાડૂતી મારાઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા એક બાળકનું મોત નીપજ્યું હતું અને જેના ઉપર ફાયરિંગ કરાયું હતું તેવા આરીફ મીરને ઇજાઓ પહોંચી હતી, આ મામલે પોલીસે આરીફ મીરની ફરિયાદના આધારે ઘટનાસ્થળેથી લોકોએ ઝડપી લીધેલ આરોપી સુરેશસિંગ ઉર્ફે રાજવીર સિંગ અને તેને મદદ કરનાર ભરત બોરીચા, સુરેન્દ્રસિંહ અને દિગુભાને અગાઉ ઝડપી લીધા હતા.

- text

દરમિયાન શાર્પ શૂટર સુરેશસિંગ ઉર્ફે રાજવીરસિંગને મોરબીમાં જમવા સાહિતની સુવિધા પૂરી પાડી સાચવાનાર હિતુભાના ખાસ માણસ જયસુખ ઉર્ફે રજનીકાંત મિયાત્રા ઉ. ૨૫ રે.શકત શનાળા અને હિતુભાના મામાનો દીકરો યોગીરાજસિંહ ઉર્ફે યોગો બહાદુરસિંહ જાડેજા ઉ.૧૯ રે. ખાનપર વાળાને આજે મોરબી એ ડિવિઝન પોલીસે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલી બાપાસીતારામ હોટલ પાસેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text