મોરબી તાલુકા પોલીસ ગરબીમાં રાસની રમઝટ બોલાવતી મયુરનગર રાસ મંડળી : ૪૦ હજારનો ફાળો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ લાઈન ગરબીમાં ગઈકાલે મયુરનગરની રાસ મંડળીએ રમઝટ બોલાવી હતી, આ તકે રૂપિયા ૪૦ હજારનો ફાળો એકત્રિત થયો હતો.

મોરબી તાલુકા પોલીસ પોલીસ લાઈનમાં આયોજિત નવદુર્ગા ગરબી ધૂમ મચાવી રહી છે જેમાં દરરોજ જુદા – જુદા આયોજન થઈ રહ્યા છે, ગઈકાલે અહીં મયુરનગર રાસ મંડળીને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી અને અવનવા રાસ જોઈ ઉપસ્થિત જનમેદની આફરીન પોકારી ઉઠી હતી.

- text

આ તકે આયોજક પોલીસ ગ્રુપ દ્વારા મયુરનગર રાસ મંડળી માટે રૂપિયા ૪૦ હજારનો ફાળો એકત્રિત કરી આપવામાં આવ્યો હતો.

- text