આયુષ્યમાન ભારતના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મોરબીમાં : લાભાર્થીઓની સંખ્યાથી અજાણ

- text


દેશનું પ્રથમ ની ઓપરેશન મોરબીમાં થતા દર્દી મહિલાના ખબર અંતર પૂછ્યા

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દેશનું પ્રથમ ની ઓપરેશન મોરબીની હોસ્પિટલમાં કરવામાં આવતા આ યોજનાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને આરોગ્ય વિભાગ ગાંધીનગરની ટિમ મોરબી દોડી આવી હતી પરંતુ સરકારની આ યોજનાના લાભાર્થી કેટલા? અને કેટલાને લાભ મળ્યો ? તે અંગેના સવાલોનો જવાબ ખુદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર આપી શક્યા ન હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા જીવીબેન નામના મહિલાને તાજેતરમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગોઠણ નું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે દેશનું પ્રથમ ઓપરેશન હોય ગુજરાત રાજ્યના આયુષ્યમાન ભારત યોજનાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો.નિતેશ પટેલ અને રાજ્યના આરોગ્ય વિભાગના ચીફ મેડિકલ ઓફિસર ડો.રાજેશ પટેલ મોરબી દોડી આવ્યા હતા અને લાભાર્થી દર્દીના ખબર અંતર પૂછી જાત માહિતી મેળવી હતી.

જો કે, આ તકે, રાજ્યના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આયુષ્યમાન ભારત યોજના હેઠળ કુલ કેટલા દર્દીઓને લાભ મળ્યો તે સહિતની બાબતોનો ઉત્તર આપી શક્ય ન હતા, આ તકે તેમને મોરબી જિલ્લામાં 99 ટકા લાભાર્થીઓની ખરાઈ થી ગઈ હોવાનું અને 400 કુટુંબોને કાર્ડ ઈશ્યુ થયાનું જણાવ્યું હતું અને અત્યાર સુધીમાં મોરબીમાં 5 ઓપરેશન કરાયા હોવાનું જણાવ્યું હતું.

- text