મોરબીના નવા બસ સ્ટેન્ડમાંથી બાઈકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે નવા બસ સ્ટેન્ડમાંથી બાઇકની ઉઠાંતરી કરનાર શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિનઝન પોલીસે બાતમીના આધારે ચોરાઉ બાઈક લઈને જતા રોહિતગીરી ઉર્ફે રોયલો ભરતગીરી ગોસાઈ રહે. વાવડી રોડ, ભૂમિ ટાવર સામે, મારુતિનગર સોસાયટી વાળાને ઝડપી પાડ્યો હતો. બાદમાં પ્રાથમિક પૂછપરછમાં શખ્સે આ બાઇકની નવા બસ સ્ટેન્ડમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

- text

- text