મોરબી પાલિકાની વોર્ડ નંબર 2ની પેટાચૂંટણી 28મીએ

- text


અમરેલી ગામના સોસાયટી વિસ્તારને નગરપાલિકામાં સમાવી લેવાયો

મોરબી : મોરબી નગરપાલિકાની 6 વોર્ડની પેટાચૂંટણી સંપ્પન થયાને હજુ અઠવાડિયું પણ નથી વીત્યું ત્યાં વોર્ડ નંબર 2 માટે ગુચવાયેલ મામલો નિપટી જતા આગામી તા.28 નારોજ વોર્ડ નંબર 2 માટે પેટા ચૂંટણી યોજવા જાહેરનામું અમલી બનાવાયું છે
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકાના કોંગ્રેસના સાત સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ થતા ચૂંટણી તંત્ર દ્વારા કુલ સાત વોર્ડ માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી પરંતુ પેટાચૂંટણીમાં વોર્ડ નંબર બે માં અમરેલી ગામના સોસાયટી વીરતારને નગરપાલિકામાં ભેળવવામાં આવ્યો હોવા છતાં આ વિસ્તારના મતદારોના નામ સામેલ કરવામાં ન આવતા વોર્ડ નંબર 2 ની પેટાચૂંટણી મૂલત્વી રહી હતી.
દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ નંબર બે ની નવી મતદારયાદી બનાવી લેવામાં આવતા રાજ્ય ચૂંટણી તંત્રની લીલીઝંડી મળી જતા આગામી તા. 2 8 ના રોજ મોરબી પાલિકાની વોર્ડ નંબર બે ની પેટાચૂંટણી યોજવા જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે.
વોર્ડ નંબર બે ની પેટાચૂંટણીમાં 8 ઓક્ટોબરથી ફોર્મ ભરવાનું શરૂ થશે,જેની 13મીએ ચકાસણી કરવામાં આવશે અને તા.16મીએ ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે જયારે 28મીએ મતદાન અને 30 ઓકટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે।

- text

ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકામાં કુલ 52 બેઠકો પૈકી 20 બેઠકો ભાજપ પાસે હતી જેમાં પેટાચૂંટણીમાં ભાજપ તમામ છ બેઠકો જીતી જતા ભાજપનું સંખ્યાબળ 26 થતા ભાજપ બહુમતીમાં આવી ગયું છે અને 25 બેઠકો કોંગ્રેસ પાસે છે, હવે વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી બાદ કોણ ચૂંટણી જીતે છે તે જોવું રહ્યું.

- text