મોરબીના રવાપર રોડ પર રાત્રીના યુવાનની સરાજાહેર હત્યા

પ્રેમ પ્રકરણમાં રાવળદેવ યુવાનને ત્રણ શખ્સોએ રહેંસી નાખ્યો

મોરબી : મોરબી રવાપર રોડ પર ગઈકાલે રાત્રીના ત્રણ શખ્સોએ રાવળદેવ યુવાનને છરીના ઉપરા છાપરી ઘા ઝીકી રહેંસી નાખતા સરાજાહેર ઘટેલી આ ઘટનાને કારણે સનસનાટી મચી ગઈ હતી. આ હત્યાની ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના દસવાગ્યે રવાપર રોડ પર આવેલ વી – માર્ટ નજીક રાહુલ અશ્વીનભાઈ ભોજક નામના વીસ વર્ષના યુવાન ઉપર ત્રણ શખ્સોએ સરાજાહેર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હુમલો કરતા રવાપર રોડ પર અફડા તફડી મચી ગઇ હતી આ હુમલાને કારણે રાવળદેવ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો.

બીજી તરફ ઈજાગ્રસ્ત રાવળદેવ યુવાન રાહુલ અશ્વીનભાઈ ભોજકને ગંભીર હાલતમા રાજકોટ સારવાર મા લઈ જતા રસ્તામા જ દમ તોડી દીધો હતો જેને પગલે બનાવ હત્યા મા પલટાયો હતો. દરમિયાન રાહુલ અશ્વીનભાઈ ભોજક ઉપર થયેલા આ હીંચકારા હુમલા મામલે તેમના માતા ભારતીબેન અશ્વીનભાઈ ભોજકે ત્રણ શખસોએ હુમલો કરી પોતાના પુત્રને જાનથી મારી નાખ્યાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે સિરામીકમાં મજુરી કામ કરતા રાવળદેવ યુવાનની પ્રેમ પ્રકરણમા થયેલી જુની અદાવતમા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી જઇ ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.

હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી જઇ ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.