હડમતીયાના વતની પીઅેસઆઈ વનરાજસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ

- text


હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર દિલિપસિંહ માનસિંહ ડોડીયાના પુત્ર વનરાજસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ

ટંકારાના હડમતિયા ગામના રાજપુત પરિવારમા જન્મેલા અને ટંકારા તાલુકા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ જીવણસિંહ ડોડીયાના ભત્રીજા વનરાજસિંહ ડોડીયાને નાનપણમા જ પીઅેસઆઈ બનવાની ઈચ્છા હતી વનરાજસિંહ ડોડીયા કપરી પરિસ્થિતીનો સામનો કરીને સખત મહેનતથી ધ્યેયને વળગી રહી ગ્રેજ્યુઅેશન પુર્ણ કરીને પીઅેસઆઈની પરીક્ષા આપી ધ્યેય પ્રાપ્ત કરી સોનેરી સપનું અંતે સાકાર કરી પીઅેસઆઈ બન્યા

- text

હાલ વનરાજસિંહ ડોડીયા અમદાવાદના સરખેજ વિસ્તારમા પીઅેસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પીઅેસઆઈ બન્યા પછી આ તેમનો પ્રથમ જન્મદિવસ હોવાથી સગા-સ્નેહીજનો, મિત્રો તેમજ સાથે અભ્યાસ અને ટ્રેનિંગ પુર્ણ કરનાર મિત્રો તરફથી વનરાજસિંહ ડોડીયાને અભિનંદન પાઠવી રહ્યા છે અને સાથે સાથે આપ ટંકારા તાલુકા તેમજ મોરબી જીલ્લાનું નામ રોશન કરીને ઉચાઈના શિખરો સર કરતા રહો તેવી હ્દયઅંતરની હડમતિયા ગામ શુભેચ્છાઅો પાઠવી રહ્યા છે

- text