મોરબીના ડો. હીતેષ પટેલે અન્નનળીની સફળ સર્જરી કરી દર્દીને નવજીવન અર્પયું

- text


મહિલાની અન્નનળીમા ફસાયેલ ૧૨ સે.મી. લાંબો મટનનો ટુકડો સફળતા પૂર્વક દુર કર્યો

મોરબી : તાજેતરમા મોરબીના કાન-નાક-ગળાના નિષ્ણાંત તબીબ ઓમ હોસ્પીટલ વાળા ડો. હીતેષ પટેલ દ્વારા એક મહીલાની અન્નનળીમા ફસાયેલ ૧૨ સે.મી. લાંબો મટન નો ટુકડો સફળતા પૂર્વક દુર કરી મહિલાને નવજીવન અર્પવામાં આવી હતી.

પ્રાપ્ય વિગતો મુજબ ઢુવા ગામના વતની એવા એક મહીલા રાત્રે ભોજન કરી રહ્યા હતા ત્યારે મટનનો લાંબો ટુકડો તેમની અન્નનળીમા અટવાઈ ગયેલ હતો ત્યાર બાદ મહીલાનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો તેમજ પરિસ્થિતી વધુ ગંભીર બની હતી. એવા સમયે તેમના પરિવારજનો દ્વારા તેમને મોરબી ની ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ ખાતે રાત્રે લઈ આવવામા આવેલ. ત્યાં ડો. હીતેષ ભાઈ પટેલે પરિસ્થિતીની ગંભીરતા સમજી તાત્કાલીક ધોરણે એનેસ્થેટીક ડો. રૂપારેલીયા ની મદદથી સર્જરી કરી હતી અને ૧૨ સે.મી. મટન નો ટુકડો દુર કરી મહીલાને નવજીવન બક્ષ્યુ હતુ. મોરબી ના તબીબ ની સમય સુચકતા તેમજ દર્દી પ્રત્યે ની સહાનુભૂતિ દર્શાવી ડોક્ટર આધુનિક સમય ના ભગવાન છે તે ઉક્તિ સાર્થક કરી હતી.

- text

આ તકે ડો. હીતેષ પટેલ નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે જો અડધો કલાક નો વિલંબ થયો હોત તો પરિણામ દુ:ખદ આવી શકે તેમ હતુ. સફળ સર્જરી થયા બાદ પરિવારજનો એ રાહત નો શ્વાસ લીધો હતો અને તબીબ ને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દર્દી ની આર્થિક પરિસ્થિતી નબળી હોય તેઓ નિ:સંતાન હોય મોરબી ના તબીબે ૫૦% ચાર્જ મા જ સર્જરી કરી હતી.

- text