મોરબી નજીક જુગાર રમતા ૭ પકડાયા

- text


બી ડિવિઝન પોલીસે રૂ.૬૨૫૦ની રોકડ જપ્ત કરી

મોરબી : મોરબી નજીક વીશિપરા અમરેલી રોડ પર જુગાર રમતા ૭ શખ્સોને બી ડીવીઝન પોલીસે રૂ. ૬૨૫૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક વીશિપરા અમરેલી રોડ પર અમૃત કારખાનાના ગેટ પાસે જુગાર રમતા લક્ષ્મણભાઇ પ્રેમજીભાઇ મુછડીયા, કિશોરભાઇ વાલજીભાઇ પરમાર, દિનેશભાઇ ટપુભાઇ સોલંકી, બાબુભાઇ જીવાભાઇ રાઠોડ, વાઘજીભાઇ નરશીંભાઇ ભંખોડીયા, મનસુખભાઇ લક્ષ્મણભાઇ બાબરીયા, રતીલાલભાઇ ગોવિંદભાઇ મુછડીયાને પકડી પાડવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસે રોકડ રૂ. ૬૨૫૦ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text