વાંકાનેરમાં નવસારીના યુવાને ટ્રેન સામે મોતની છલાંગ લગાવતા મોત

- text


માછીમારી કરી રોજગારી ગોતવા નીકળેલા નવસારીના ચીખલીના પટેલ યુવાનનો મોતનો વિડીયો વાઇરલ

વાંકાનેર : નવસારી જિલ્લાના ચીખલી ગામના પટેલ યુવાને ગઈકાલે સવારે વાંકાનેરના રેલવે ફાટક પાસે ટ્રેન સામે છલાંગ લગાવી મોત મીઠું કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે, આ ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે વાંકાનેરના રેલવે ફાટક પાસે વિચિત્ર ઘટનામાં એક યુવાને અહીંથી પસાર થતી ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દઈ મોતને વ્હાલું કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો કોઈએ મોબાઈલમાં વીડિયો ઉતારી વાયરલ કરતા સમગ્ર વાંકાનેર પંથકમાં ચકચાર જાગી છે.

- text

આ ચકચારી ઘટના અંગે વાંકાનેર રેલવે પોલીસ ઇન્દ્રજીતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મૃતકનું નામ બીપીનભાઈ મોહનભાઇ પટેલ ઉ.૩૫ હોવાનું અને આ યુવાન ઘરેથી માછીમારીના ધંધામાં રોજગારી મેળવવા વેરાવળ અથવા પોરબંદર જવાનું કહી નીકળ્યો હતો, પરંતુ વાંકાનેર ઉતરી જઇ બાદમાં આત્મહત્યાં કરી લીધી હતી.

વધુમાં આ ઘટના બાદ રેલવે પોલીસે મૃતક યુવાન બીપીનભાઈના સગાંવહાલાંઓનો સંપર્ક સાધી ગઈકાલે સાંજે પરિવારજનોને મૃતદેહ સોંપી આપ્યો હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વાંકાનેરમાં સીટી સ્ટેશન નજીક એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુક્તા લાશ કિલોમીટર સુધી ધસાડાઈ હોવાનો વિડીયો વાઇરલ થયો હતો.

 

- text