મોરબીના સાવસર પ્લોટમાંથી બાઇકની ચોરી

- text


મોરબી : મોરબીના સાવસર પ્લોટમાંથી બાઇકની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સાવસર પ્લોટ શેરી નં. ૩માં ઘરની બહાર પાર્ક કરવામાં આવેલ જીજે ૦૩ ડીએલ ૫૬૩૭ નંબરનું હીરો હોન્ડા સ્પેલન્ડર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે. આ મામલે બાઇકના માલિક અમિતભાઇ ભાણજીભાઈ ઉધરેજાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

 

- text