મોરબી : સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન માટે ઉમટી પડતા ભાવિકો

- text


ફ્રુટ, ડ્રાઇફૂટ, કાગળ, વાસણ સહિતના ૧૫ જાતના વિશિષ્ટ પ્રકારના હિંડોળા બનાવીને શ્રધ્ધાભેર જુલાવવામાં આવે છે

મોરબી : મોરબીના સરદારબાગ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે હિંડોળા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફ્રુટ, ડ્રાઇફૂટ, કાગળ, વાસણ સહિતના ૧૫ જાતના વિશિષ્ટ પ્રકારના હિંડોળા બનાવીને શ્રધ્ધાભેર જુલાવવામાં આવે છે. દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો અહી દર્શનાર્થે ઉમટી પડે છે.

- text

મોરબીના શનાળા રોડ પર સરદારબાગની પાસે આવેલા દેવ નારાયણ તાબાના સ્વામિનારાયણ મંદિરે ધર્મોલ્લાસ સાથે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. જે આખો શ્રાવણ માસ ચાલશે. કલાત્મક રીતે શણગારાયેલા હિંડોળાના સાંજે ૪ થી ૮ દરમિયાન દર્શન કરી શકાશે. ફ્રુટ, ડ્રાઇફૂટ, વાસણ, કાગળ સહિત કુલ ૧૫ પ્રકારના કલાત્મક હિંડોળા દર્શનાર્થે મુકાયા છે.

સ્વામિનારાયણ ભગવાને જુદા જુદા ૯ ધામો બનાવ્યા છે. જેથી અહીં ૯ ઝુલા ઉપરાંત અન્ય ૧૫ ઝુલા પ્રદર્શનમાં મુકાયા છે. અહીં દરરોજ દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભક્તિનંદન સ્વામી, ધીરુભાઈ ભોજાણી, હરિભાઈ પટેલ અને પ્રાણજીવનભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text