મોરબીની ખુશીને ચોકલેટ ખવડાવી બેભાન કરી અપહરણ કરાયું હોવાનો ઘટસ્ફોટ

- text


વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચેતવા જેવો કિસ્સો : રાત્રે ૧૧.૪૫ વાગ્યે પરિવારજનોને ભાળ મળી

મોરબી : સમય રાત્રીના ૧૧.૪૫ કલાક….ટ્રીન…ટ્રીન…હેલ્લો
તમારી પુત્રી અહીં રાજકોટ બસ સ્ટેન્ડમાં છે તમે લોકો આવો… મોરબીમાંથી ગઈકાલે સાંજે ટ્યૂશન ક્લાસમાં ગયેલી ખુશી જોશી ઘરે પરત ન આવતા હાફળો ફાફળો બનેલો પરિવાર અને આપ્તજનો જ્યારે ખુશીને શોધવા આકાશ પાતાળ એક કરતાં હતાં ત્યારે જ રાત્રીના ૧૧.૪૫ કલાકે એક સજ્જનનો ફોન આવ્યો કે તમારી પુત્રી રાજકોટ બસ સ્ટેન્ડમાં છે લઈ જાવ.. અને ખુશીના પરિવારમાં ખુશી છવાઈ ગઈ

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રામકૃષ્ણનગરમાં કુળદેવી પાન પાસેની શેરીમાં રહેતી ખુશી ધર્મેન્દ્રભાઈ જોશી ઉ.વ. ૧૩ ગઈકાલે સાંજે પ્રગતિ ક્લાસિસમાં ટ્યુશન માં ગયા બાદ ટ્યુશન કલાસ પુરા થતા અન્ય બાળકો ઘરે પહોંચી ગયા હતા પણ ખુશી ગુમ થઈ જતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને મોડી રાત્રી સુધી વ્યાપક શોધખોળ કરવા છતાં ખુશીનો પતો મળ્યો ન હતો.

જો કે ગુમ થયેલી બાળકીને શોધવા ખુશીના પિતા ધર્મેન્દ્રભાઈ સહિત મિત્રો અને પરિવારજનોના આકાશ પાતાળ એક કરવાની સાથે સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો જેમાં રાત્રીના આવેલો ફોન જોશી પરિવાર માટે ખુશીના સમાચાર લાવ્યો હતો.

ખુશીના મમ્મીના જણાવ્યા મુજબ રાત્રે સાડા અગિયાર વાગ્યે રાજકોટ બસસ્ટેન્ડમાંથી ફોન આવ્યો કે તમારી પુત્રી રાજકોટમાં છે આવીને લઇ જાવ… જેથી અમે લોકો તુંરત જ રાજકોટ પહોંચ્યા અને હેમખેમ અમારી લાડકીને લઈ રાત્રે ત્રણ વાગ્યે મોરબી પરત ફર્યા… ભગવાનનો લાખ… લાખ.. આભાર કે અમારી પુત્રી અમને સહી સલામત મળી.

- text

વધુમાં ખુશી રાજકોટ કેવી રીતે પહોચી તેનો ચોંકાવનારો જવાબ આપતા ખુશીના મમ્મીએ જણાવ્યું હતું કે ખુશી ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે બે યુવતી અને એક પુરુષ ચોકલેટ વિતરણ કરતા હતા અને ખુશીને પણ ચોકલેટ આપતા ખુશીએ ચોકલેટ ખાધી હતી અને બાદમાં બેભાન થઈ ગઈ હતી. અને અપહરણ કરનારા ખુશીને ઉઠાવી ગયા હતા પરંતુ સોશિયલ મીડિયામાં મેસેજ ફરવા લાગતા ગુન્હેગાર ટોળકીએ ખુશીને મુક્ત કરી દીધી હોવાનું પરીવારજનો માની રહ્યા છે.

જોકે આ બનાવ અંગે પોલીસ હવે બાળકીના અને પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરશે. અને ત્યાર બાદ જ બાળકી કેવી રીતે ગુમ થઈ અને કઈ રીતે રાજકોટ બસ સ્ટેન્ડ પોહચી છે ? તેમેજ સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ જ સાચી જાણવા મળશે.

આ સંજોગોમાં ખુશી સાથે ઘટેલી ઘટના જો સાચી હોય તો દરેક માતા – પિતા અને બાળકોએ પણ ચેતવાનો સમય આવી ગયો છે અને કોઈ પણ અજાણી વ્યક્તિ કોઈપણ વસ્તુ આપે તો ન લેવી જોઈએ તેવું ખુશીના પરિવારજનોએ જણાવ્યું હતું.

 

- text