ટંકારાના લજાઈ ગામે જુગાર રમતા છ પકડાયા

- text


પોલીસે રૂ. ૪૪ હજાર રોકડ સહિત કુલ રૂ. ૧.૦૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો

ટંકારા : ટંકારાના લજાઈ ગામે જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૪૨,૪૭૦ અને ૩ બાઈક મળી કુલ રૂ. ૧.૦૭ લાખના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિર પાસે સીમ વિસ્તારમાં બચુભાઇ બેચરભાઈની વાડીએ જુગાર રમતા અનોપસિંહ વજુભા ઝાલા, સતાભાઇ મામદભાઈ વકાલિયા, ભગવાનજીભાઈ છગનભાઇ મસોત, અંબારામભાઈ વાલજીભાઈ મસોત, કાનજીભાઈ રામજીભાઈ કોટડીયા, રમેશભાઈ ગોરધનભાઈ કોટડીયાને પોલીસે પકડી પાડ્યા હતા.

- text

ટંકારા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી રૂ. ૪૨,૪૭૦ રોકડ, બાઈક-૩ કિંમત રૂ. ૬૫હજાર મળી કુલ રૂ. ૧,૦૭,૪૭૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text