વાંકાનેર હાઇવે પર વિચિત્ર અકસ્માત : કારનું ટાયર ફાટતા કારના ટુકડે – ટુકડા

- text


આશીર્વાદ પેટ્રોલ પંપ નજીકની ઘટના : સદનસીબે કોઈ જાનહાની નહિ : બેને ઇજા

મોરબી : વાંકાનેર નેશનલ હાઇવે પર આશીર્વાદ પેટ્રોલ પંપ પાસે કારને વિચિત્ર અકસ્માત નડ્યો હતો, કારનું ટાયર ફાટતા કારના ટુકડે – ટુકડા થઈ ગયા હતા, જો કે કારનું એન્જીન પણ અલગ થઈ ગયું હોવા છતાં કાર ચાલક અને કારમાં સવાર અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

- text

વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ આશીર્વાદ પેટ્રોલ પંપ પાસે રોંગ સાઈડમાં આવતી કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર સાથે ટકરાઈ બીજા ટ્રેક પર ચાલી ગઈ હતી, આ અકસ્માત એટલો ભયંકર હતો કે બંને રોડની વચ્ચે રાખવામાં આવેલ લોખંડની જાળી તોડી કાર સામેના ટ્રેક પર પલ્ટી મારી ગઈ. ગાડીનું એન્જિન અને બીજા બધા સ્પેરપાર્ટ ઓ અલગ-અલગ રોડ ઉપર વિખેરાઈ ગયા હતા. કાર ચાલક અને સાથે રહેલ વ્યક્તિને ઈજાઓ પહોંચતા લોકો દ્વારા રિક્ષામાં સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા.

- text