મોરબીના ઈન્ક્મટેક્સ ઇન્સ્પેકટરનો નાનોભાઈ લાપતા

- text


મોરબી : મોરબીમાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મનોજ સૈનીનો નાનો ભાઈ સુંદર સૈની ગઈકાલે બહાર જવાનું કહીને ઘરેથી ગયા બાદ તે પરત ન ફરતા આ મામલે એ ડિવિઝન પોલીસને અરજી કરવામાં આવી છે.

મોરબીના ઇન્કમટેક્ષ ઇન્સ્પેકટર મનોજ સૈનીનો નાનો ભાઈ સુંદર સૈની ઉ.વ. ૨૨ છેલ્લા ૭-૮ દિવસથી તેમના ઘરે આવ્યો હતો. ત્યારે ગઈકાલે ઘરની બહાર આટો મારવાનું કહીને તે ચાલ્યો ગયો હતો. બાદમાં તે પરત ફર્યો ન હતો. આ મામલે મનોજ સૈનીની સાથે કામ કરતા પાનસિંગ મીનાએ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી છે. તસ્વીરમાં દર્શાવેલ સુંદર સૈની જો કોઈને જોવા મળે તો મો.નં. ૯૪૦૮૭ ૯૩૫૪૯ અથવા ૯૪૦૮૭ ૯૪૩૬૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text